સહાધ્યાયી સખા
By Kantilal B. Shah
Summary
સહાધ્યાયી સખા કાન્તિભાઈ બી. શાહ ડો. ત્તગીનભાઈ જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય-વેદાંત આદિ ભારતીય દર્શનોના विशेषज्ञ હતા. એમણે આપેલા પચાસેક જેટલા લેખન-સંપાદન-અનુવાદના ગ્રંથો અને ચાલીસેક શોધલેખો ભારતીય તત્ત્વદર્શનિ ક્ષેત્રે એમનું અતિ મૂલ્યવાન પ્રદાન ગણાયું છે. પણ નગીનભ!ઈના આ કાર્યક્ષેત્રનો મારો કોઈ અભ્યાસ નથી અને એવી મારી ક્ષમતા પણ નથી. અહીં તો, કિશોરવયથી મારા એક સહવિદ્યાર્થીના નાતે બંધાયેલી અને આજીવન ટકી રહેલી મેત્રીના આધારે મેં નગીનભાઈને જેવા જોયા-જાણ્યા એ વિશે વાત કરવાનું પ્રસ્તુત છે. ૧૯૪૪માં મારી ૧૧ વર્ષની ઉમરે માધ્યમિક શિક્ષણ માટે में અમદાવાદના શેઠ ચી.ન.છાત્રાલયમાં પ્રવેશ લીધો. એક વર્ષ પછી નગીનભાઈ છાત્રાલયમાં દાખલ થયા. ઉંમરમાં મારાથી અઢી વર્ષ મોટા, પણ તેઓ વટવા જૈન આશ્રમમાં રહીને, અહીં થોડા મોડેથી જોડાયેલા. છાત્રાલયના લગભગ બધા વિદ્યાર્થીઓ ગામડેથી આવે. ખાદીનું સફેદ શર્ટ અને વાદળી ચડી એ અમારો ગણવેશ પણ બૌદ્િક કે રમતગમત આદિ અન્ય નિપુણતાને લઈને વિદ્યાર્થી જુદો તરી આવે. એ રીતે નગીનભાઈ એમની વિદ્યાકીય તેજસ્વિતાને કારણે જુદા તરી આવતા. એક વર્ષ પાછળના ધોરણમાં હોવા છતાં અમારી “બેચ'તા AL છાત્રો એમના પ્રત્યે આદરભાવ દાખવતા. એમાંયે મારા તો એ ઘનિષ્ઠ મિત્ર બની ગયા. ભણવામાં તેજસ્વી છતાં આપવડાઈનો છાંટો પણ નહીં. સ્વભાવે અત્યંત સરળ. મિતભાષિતા અને સાદગી એ કિશારાવસ્થાથી જ એમનાં તરી આવતા લક્ષણો હતાં. શાળાની સત્રાંત પરીક્ષા વેળાનો નગીનભાઈનો એક રમૂજી કિસ્સો સ્મરણમાં આવે છે. પરીક્ષામાં પ્રત્યેક પેપરમાં ત્રણ-ચાર પ્રશ્નોના જવાબો લખી, એમને લાગે કે આટલામાંથી उप માર્ક્સ આવી જશે એટલે પેપર આપી બહાર નીકળી જાય. બધા વિષયોની આ રીતે એમણે પરીક્ષા આપી અમને આશ્ચર્ય અને રમૂજ પૂરાં પાડેલા. ૧૯૫૧માં મેટ્રિક પાસ કરીને હું કોલેજ-અભ્યાસ માટે શ્રી મહાવીર જૈત વિદ્યાલય (પાલડી શાખા)માં દાખલ થયો. નગીનભાઈ પણ પછીના વર્ષે એ જ સંસ્થામાં આવ્યા. આમ વળી પાછા અમે સાથે થઈ ગયા. એમાંયે નગીનભાઈ, સંઘપુરના કે.સી.શાહ અને હું - અમે ત્રણેય ઠીક ઠીક સમય રૂમ 102. કાન્તિભાઈ બી. શાહ SAMBODHI પાર્ટનર પણ ખરા. એ રીતે કૉલેજ-અભ્યાસ દરમિયાન પણ અમારી મૈત્રી જળવાઈ, વધારે દઢ થઈ. આમ તો સ્તાતક થતાં સુધી જ સંસ્થામાં રહી શકાતું, પણ નગીનભાઈના અનુસ્નાતક કક્ષાએ સંસ્કૃત વિષય-અંતર્ગત જૈનિઝૂમના અભ્યાસને લીધે એમ.એ. થયા ત્યાં સુધીનાં છ વર્ષ આ સંસ્થામાં રહ્યા. બી.એ. થઈને તેઓ યુનિ.ફેલો બન્યા અને એમ.એ.માં પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થવા સાથે ગુજરાત યુનિ.નું એમ.એલ.પારિતોષિક પ્રાપત કર્યું. જામનગરની સરકારી કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક થયા પણ સ્વાધ્યાયઝંખના અને જ્ઞાનપિપાસા એટલી તીવ્ર કે સરકારી કોલેજની નોકરી છોડીને લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં 'રિસર્ચ'ના ધ્યેય સાથે જોડાયા અને પીએચ.ડી.ના નિમિત્તે દર્શનશાસ્રના અભ્યાસમાં ખૂંપી ગયા. માર્ગદર્શન અર્થે એમને આશ્રમરોડ પર આવેલા સરિહુંજના બંગલે રહેતા વિદ્દદ્વર્ય પંડિત સુખલાલજી પાસે નિયમિત જવાનું થતું. આ સત્સંગ નગીનભાઈની જ્ઞાનોપાસનાનાં પરિબળો પૈકીનું એક મહત્ત્વનું પરિબળ બની ગયું. મારે તગીનભાઈને
Conclusion
તો વિદ્વાનો માટે સભા-સમુદાય સમક્ષ પેદા થવાની આસક્તિ ત્યજવાનું ઘણું અઘરું હોય છે. આમ, નગીનભાઈને મે અંતર્મુખી, એકાંતપ્રિય, નિઃસ્પૃહ, નિખાલસ, B, પ્રેમાળ, સત્ય/ સ્પષ્ટભાષી વ્યક્તિત્વ ધરાવતા સહાધ્યાયી સખા તરીકે જોયા-જાણ્યા છે. જેમ સાધુમહાત્માઓમાં અવધૂત કોટિના મહાત્માનું એક નિરાળું જ વ્યક્તિત્વ હોય છે તેમ અમારે માટે એ અવધૂત સમા હતા. જીભે જેટલું બોલવાજોગ હોય એટલું જ બોલવું, બાકીનું સર્વ ગોપવવું, એવી વચનગુપ્તિ એમનો વિશેષ હતો. ભારતીય તત્ત્વજ્ઞાન ક્ષેત્રે તો એક વિશેષજ્ઞની ખોટ પડી જ છે, પણ એમના સહાધ્યાયી સાથી તરીકે અમો એક મિત્રતારક પણ ગુમાવ્યો છે. એમનો આત્મા જ્યાં પણ ગયો હશે ત્યાં ઊંચી ગતિને પામ્યો હશે એમાં મને શંકા નથી.