Browse articles

પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણો

By Nilanjana S. Shah

Vol. XXXVII2014pp. 96-97Gujarati

Summary

- "l પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો નીલાંજના શાહ માનનીય શ્રી નગીનભાઈ શાહે, કોલજકાળ દરમિયાન જ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કરવાની તીવ્ર જિજ્ઞાસાથી પ્રેરાઈને, તેમને લગતા ગ્રંથોનું અધ્યયન કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજમાંતતા અધ્યાપનનકાળ દરમિયાન અને ખાસ કરીને સ્વેચ્છિક નિવૃત્તિ લીધા બાદ, તેમણે તે દર્શનોને લગતાં પુસ્તકોનાં સંશોધન-સંપાદન કાર્યને જ જીવન સમર્પિત કર્યું છે, એમણે જે અમૂલ્ય યોગદાન કર્યું છે, તેને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે છે. ષડ્દર્શનોમાંના, સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ - એ દર્શનો વિશે ગુજરાતીમાં એમણે જે પુસ્તકો લખ્યાં છે, તે આજે પણ અધ્યાપકોને, એ વિષયો પરના આદર્શ કહી શકાય તેવા માર્ગદર્શક ગ્રંથોની ગરજ સારે છે, તો 'શાંકર વેદાંત આવિઘા વિચાર' પુસ્તક વેદાંતના અભ્યાસીઓ માટે ઘણું ઉપયોગી નીવડ્યું છે. પંડિત વિધુશેખરના બૌદ્ધ ધર્મ પરના અંગ્રેજી પુસ્તકનો “બૌદ્ધ ધર્મની પાયાની વિભાવના' એ નામે એમણે કરેલો ગુજરાતી અનુવાદ પણ ખાસ નોંધપાત્ર છે. જૈન દર્શનનો વિચાર કરીએ તો, તેને લગતું એક પણ પાસું એવું નથી કે જેને નગીનભાઈની કલમને ચેતનાવંતો સ્પર્શ ન થયો હોય ! જયંતભટની 'ન્યાયમંજરી'નો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને, એમને જાણે સંતોષ A થયો હોય, તેમ એના વિસ્તૃત અભ્યાસને આવરતાં ત્રણેક પુસ્તકો એમણે લખીને પ્રકાશિત કર્યા. હેમચંદ્રાચાર્યની “પ્રમાણમીમાંસાં'નો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી, એ પુસ્તકને જિજ્ઞાસુઓ માટે સુલભ કરી આપ્યું. - 'ધર્મકીર્તિની ફીલસૂફીની અકલંકે કરેલી ટીકા” - પરનો અંગ્રેજીમાં લખેલો તેમને પીએચ.ડી. પદવી માટેનો માન્ય મહાનિબંધ પુસ્તકરૂપે જયારે પ્રકાશિત થયો, ત્યારે આંતરરાષ્ટ્રીય Qg તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજી ભાષા પરના શ્રી નગીનાઈના પ્રભુત્વને કારણે મુનિશ્રી ન્યાયાવિજયજીના “જૈન ફિલસૂફી અને ધર્મ પના ગુજરાતી પુસ્તકનો સુંદર અનુવાદ કર્યો. “જેન આગમસાહિત્યના ઇતિહાસ'નું એમણે પુનર્લેખન કરી આપ્યું તો, જૈન કાવ્યસાહિત્ય' પરતા દળદાર હિંદી ગ્રંથનો, સાહિત્યરસિકો માટે, એમણે ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો. 'પ્રાકૃત ગાહારયકોસ' ની અપ્રકાશિત હસ્તપ્રતની પ્રસ્‍તાવના અને જરૂરી નોંધો સાથે સંપાદન કરી, ગાથાઓના તે પ્રાકૃત કોશને પ્રકાશિત કર્યો. ૪૦. XXXVII, 2014 પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો 97 આ ઉપરા “અધ્યાત્મબિન્દુ', “જૈનપ્રકરણસંગ્રહ', “જનનચંદ્રોદય નાટક' અને તત્ત્વચિતામણિ પરની ગુણરત્નની ટીકા - વગેરે સંસ્કૃત કૃતિઓ જે હસ્તપ્રતરૂપે હતી, તેમનું પ્રસ્‍તાવના અને વિવેચનાત્મક નોંધો સહિત સંપાદન અને પ્રકાશન કર્યું. તે સિવાય એમના ચાલીસેક સંશોધન લેખોમાં પણ દર્શનવિષયક એમના અગાધ પાંડિત્યની પ્રતીતિ થાય છે. શ્રી નગીનભાઈના આવા ઉત્કૃષ્ટ કહી શકાય એવા શોધન અને સંપાદન કાર્યની કદરદાની રૂપે દેશની ઉત્તમ સંસ્થાઓ દ્વારા અપાયેલા પુરસ્કારો અને એવોર્ડોથી સન્માનીય થવા છતાં, નથી ક્યારેય એમણે પોતાની પ્રશંસા કરી કે નથી પ્રસિદ્િની કે સન્માનની સામેથી ખેવના કરી, એવો એમના નિ:સ્પૃહ સ્વભાવ હતો ભારતીય દર્શનોના આ સુવિખ્યાત વિદ્વાન સંશોધકે, ઉચ્ચ નૈતિક મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીને, એક ન્ઞિખાલસ, સરળ, સહૃદયી માનવી તરીકે જે ઊંચાઈઓને સર્‌ કરી છે તે એમની સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ જેટલી જ

Conclusion

દ્વારા અપાયેલા પુરસ્કારો અને એવોર્ડોથી સન્માનીય થવા છતાં, નથી ક્યારેય એમણે પોતાની પ્રશંસા કરી કે નથી પ્રસિદ્િની કે સન્માનની સામેથી ખેવના કરી, એવો એમના નિ:સ્પૃહ સ્વભાવ હતો ભારતીય દર્શનોના આ સુવિખ્યાત વિદ્વાન સંશોધકે, ઉચ્ચ નૈતિક મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીને, એક ન્ઞિખાલસ, સરળ, સહૃદયી માનવી તરીકે જે ઊંચાઈઓને સર્‌ કરી છે તે એમની સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ જેટલી જ પ્રશંસાને પાત્ર છે લા.દ.વિદ્યામંદિરના નિયામક તરીકે સંસ્કૃત સુભાષિતોને લગતી અમુક હસ્તપ્રતોનું પ્રકાશન અને સંપાદન કરવા માટે, તેમજ મારા અમુક લેખો સંબોધિમાં પ્રકાશિત કરીને, લખવા માટે, મને પ્રેમથી પ્રોત્સાહન આપવા માટે, હું મુ.શ્રી નગીનભાઈની ગણી છું. આ લખાણ દ્રારા એ દિવગંત આત્મના અંજલિ અપું છું

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. ShahCurrent article98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.

Continue reading

Related articles

Journal of Indian History and Culture

UGC Recognition and Gratitude for Contributions

By Shan Eugene Palakkal, Parwez Nazir, S. Yashodhamani, N. Krishna Reddy, M. Vijaya Kumar Reddy, A. Suresh

September 2016
Journal of Indian History and Culture

UGC Recognition and Gratitude for Contributions

By Shan Eugene Palakkal, Parwez Nazir, S. Yashodhamani, N. Krishna Reddy, M. Vijaya Kumar Reddy, A. Suresh

December 2015
Journal of Indian History and Culture

UGC Recognition and Gratitude for Contributors

By Shan Eugene Palakkal, Parwez Nazir, S. Yashodhamani, N. Krishna Reddy, M. Vijaya Kumar Reddy, A. Suresh

September 2017