Browse articles

જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણ

By Niranjana Vora

Vol. XXXVII2014pp. 167-177Gujarati

Summary

જૈને અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણસંરક્ષણ નિરંજના વોરા. પર્યાવરણનું પ્રદૂષણ આજની વૈશ્વિક સમસ્યા છે. સાંપ્રત સમયની ઉપભોક્તાવાદો સંસ્કૃતિમાં પ્રકૃતિનાં તત્ત્વોનો સ્વચ્છંદ રૂપથી ઉપયોગ થઈ રહ્યો છે. મનુષ્ય પોતાની ક્ષુલ્લક વૃત્તિઓ, વાસનાઓની Al માટે પ્રાકૃતિક તત્ત્વોનો મનફાવે તે રીતે ઉપભોગ અને વિનાશ કરી રહ્યો છે. તેનાથી પૃથ્વી, જળ, વાયુ, વનસ્પતિ અને તેજ (અગ્નિતત્ત્વ)માં એક પ્રકારની રિક્તતા અને વિકૃતિ પણ ઉત્પન્ન થઈ રહી છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં પર્યાવરણ સમગ્ર સજીવ સૃષ્ટિ અને માનવજાતિના અસ્તિત્વના આધારરૂપ સ્તંભ સમાન છે. આજે આપણને વિસ્મિત કરી દેનાર આર્થિક અને ભૌતિક વિકાસના માર્ગમાં સૌથી મોટી સમસ્યા છે પયવિરણની ! વિજ્ઞાનની શક્તિના સહારે ઉપભોગની અમર્યાદિત સામગ્રી ઉત્પન્ઞ કરવામાં ' આવી રહી છે. મનુષ્ય કેવળ ભૌતિક સુખોના સ્વપ્રોમાં વિહરે છે, પણ આ સાધનસામગ્રીના અમર્યાદિત અને અસંયત ઉપભોગે આપણને પર્યાવરણના બહુ મોટા પ્રશ્નાર્થ સામે ઊભા કરી દીધા છે. પર્યાવરણનો પ્રશ્ન જીવશૈલીનો પ્રશ્ન બની ગયો છે. વાયુ અને જલપ્રદૂષણ, ઓઝોનવાયુતતા સ્તરનું નષ્ટ થવું, પક્ષી અને પ્રાણીઓની અનેક જાતિઓનો અંત થવો - આ સર્વ વિશે ગંભીરતાપૂર્વક વિચારવાની અને એ સમસ્યાઓનો અંતે લાવવાની આવશ્યકતા સમજાવવા લાગી છે. એ સમસ્યાઓના . ઉકેલને પણ સમજી શકીએ છીએ, પરંતુ તેને માટે નક્કર આયોજન કડવા, આપણી પ્રમાદી વૃત્તિઓ તૈયાર નથી. આર્થિક અને ભૌતિક વિકાસના ક્ષેત્રમાં મનુષ્યએ, આવશ્યક માત્રામાં પ્રકૃતિનાં તત્ત્વોનો ઉપયોગ કરવાને બદલે તેનું શોષણ કર્યું છે. મહાત્મા ગાંધીજીએ YA હતું તે અનુસાર, મનુષ્યએ જે ડુદરતી સંપત્તિને ભવિષ્યને માટે સુરક્ષિત રાખવી જોઈએ , તેનો પોતાની સુખસુવિધા માટે વર્તમાનમાં વ્યય કરી રહ્યો (છે. પ્રકૃતિ આપણી જળ, વાયુ તથા. આહારની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરનાર જીવનપ્રદ સ્રોતરૂપ છે. માનવજીવન અને સંસ્કૃતિ પ્રકૃતિ परे નિર્ભર છે આપણા સંસ્કૃતિસર્જક ત્કપિમુનિઓ કાન્તદષટા હતા. તેમણે પ્રકૃતિનાં તત્ત્વો સાથે સમન્વિત રેપથી મનુષ્યજીવનની આદર્શ વ્યવસ્થાનું આયોજન કર્યું હતું. જેમાં અન્ય પ્રાણીઓના જીવતી સુરક્ષા પણ નિહિત હતી. અહિંસક અને મૈત્રીપૂર્ણ જીવનવ્યવહારમાં સર્વ સુરક્ષિત અને વિકાસશીલ બનીને પ્રગતિના પથ पर આગળ વધતા હતા - પ્રકૃતિનો પણ તેમાં સાથ અને સહકાર હતો. સદાચારપૂર્ણ આચારવિચારનું નિદર્શન કરનાર મહાન ધર્મસંસ્થાપકો દ્વારા પ્રબોધિત આચારસંહિતા દ્વારા પર્યાવરણની સમસ્યા સહજ-સરળતાથી નિવારી શકાય તેમ છે. 168 _ નિરંજન! વોરા . . SAMBODHI જૈન અને બૌદ્ધધર્મમાં પર્યાવરણ-સંરક્ષા અને શુદ્ધિની સમસ્યાનું બે રીતે નિરૂપણ થયું છે : (૧) જીવન જીવવાની પદ્ધતિ એવી હોય કે જેથી પ્રકૃતિનાં તત્ત્વોનો વિનાશ ન થાય તથા જળ- વાયુ જેવાં પ્રાકૃતિક તત્ત્વો દૂષિત પણ ન થાય. આ બાહ્ય રીતે થતું પર્યાવરણ સંરક્ષણ છે | (ર) કોધાદિ કષાયોમાંથી મુક્તિ તથા અર્હિસા, મૈત્રી, કરુણા જેવી ભાવનાઓની પરિપૂર્ણતા - આંતરિક પર્યાવરણને શુદ્ધ કરે છે જૈન સાધનામાં ધર્મનાં બે સ્વરૂપ સ્વીકારાયાં છે : એક શ્રુતધર્મ અને બીજો ચારિત્રધર્મ. શ્રુતધર્મનો અર્થ બે જીવાદિ નવ તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન અને તેમાં શ્રદ્ધા તથા

Conclusion

ભાવનાથી સામાજિક વિષમતાઓ વધતી જાય છે._ સાંપ્રત સમયની આવી પરિસ્થિતિમાં અહિંસા, કરુણા અને મૈત્રીભાવનાનું તથા જીવનમાં સંયમિત આચાર-વિચારનું જે મહત્ત્વ નિ્દેશાયું છે તે નિગૂઢ અંધકારમાં પ્રજવલિત દીપક સમાન છે. તે પ્રાકૃતિક પર્યાવરણની સાથે આંતરિક (ચૈતસિક) અને સામાજિક પ્યવિરણને પરિશુદ્ધ રાખવામાં સક્ષમ છે, તે એનું સહજ પરિણામ છે. Vol. XXXVII, 2014 સંદર્ભ . ૧. ૧૦. ૧૧. _ ૧૨. ૧૩. ૧૪. મહાસિહનાદસુત્ત, મજિઝમનિકાય ૧ ર પાચિત્તિય, ૬૧-૬૨ એજન ૬૧, ટ્ર એજન ૧૧ સંઘાદિશેષ, २ મહાવગ્ગ, ચમ્મસ્કંધક . ' એજન મહાવગ્ગ, ભેષજય સ્કંધક મહાવગ્ગ, ચર્મસ્કંધક પાતિમોક્ખ, પારાજિક-૩_- ધમ્મપદ, ૨૭૦ સુત્તનિપાત, ૩૯૪ સુત્તાનિપાત, ૮૮ મજિઝમનિકાય, ૮૬ W જેન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણસંરક્ષણ મઠ 177

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana VoraCurrent article178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.

Continue reading

Related articles

Vedanta Kesari

Why do People Conserve Nature?

By Ramasubramanian O.B.

Jan 2023