નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈ
By Malti Shah
Summary
નખરિખ વિધ્યાપુરુષ શ્રી નગીનભાઈ માલતી શાહ | ડૉ.નગીનભાઈ શાહ સંસ્કૃત સાહિત્ય અને દર્શનશાસ્રના પ્રખર પંડિત તો હતા જ, સાચા અર્થમાં જ્ઞાનપિપાસુ અને વિદ્યાચાહક હતા. સાવ ઓછાબોલો સ્વભાવ, જરૂર પૂરતી વાત અને છતાં વાતમાં ઊંડાણ એટલં બધું હોય કે તેને સમજવા માટે આપણી એકાગ્રતા અને ઊંચી સમજણશક્તિતી જરૂર પડે. ખૂબ સંઘર્ષમય કપરાં દિવસોમાં પણ વિઘાની ઉત્કટ ઝંખનાને કારણે સ્કૂલ-કોલેજના શિક્ષણમાં તેઓ અગ્રેસર રહ્યા અને વિદ્ૃત્તાની ઊંચાઈને આંબતા રહ્યા. ગુજરાતી તો માતૃભાષા એટલે તેમાં તો નિપુણતા હોય તે સ્વાભાવિક છે. સંસ્કૃત વિષય હતો અને તેમાં પણ ખૂબ ઊંડાણપૂર્વકનું જ્ઞાન તેઓએ હસ્તગત કરેલ. તે સમયના શિક્ષણની-કેળવણીની પદ્ધતિને કારણે અંગ્રેજી સારું હોય તે તો બરાબર છે, પણ દાર્શીનેક પરિભાષાના અનુવાદો કરવા જેવું મુશ્કેલ કામ પણ તેઓ ખૂબ ચોકસાઈથી કરી શકે તેટલી તેમની સજજતા. સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓ તો ઘણા મળી શકે, પણ ભારતીય દાર્શનિક સાહિત્યની ઊંડી સમજ, જુદા જુદા દર્શનો વચ્ચેની તાર્કિક દલીલો અને તેને લગતા વાદવિવાદના સાહિત્યની મર્મભેદી છણાવટ, આ બધાંની ગુજરાતી કે અંગ્રેજી કે સંસ્કૃત ભાષામાં પુસ્તકરૂપે સુચારુ રજૂઆત આ તેમના વ્યક્તિત્વની વિશેષતા. અત્યારે તો પરિસ્થિતિ પ્રાયઃ એવી છે કે જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તેને નાટક, કાવ્ય વગેરે પ્રકારો ઉપર સારી ફાવટ હોય પણ દાર્શીનેક સાહિત્ય ઉપર કદાચ તેટલી પકડ ન પણ હોય. વળી દર્શનશાસ્ત્ર (તત્ત્વજ્ઞાન-12111050[1))ના ક્ષેત્રના અભ્યાસીને ભારતીય દર્શનોની સારી સમજ માટે સંસ્કૃતનું જ્ઞાન આવશ્યક છે પણ તે ખાસ જોવા મળતું નથી. આમ સંસ્કૃતના વિદ્વાન દર્શનશાસ્તોમાં પારંગત હોય એવા વિદ્વાનો અત્યારે કદાચ આંગળીના વેઠે ગણી શકાય તેટલા હોય. નગીનભાઈ આમાંના એક હતા. એટલે સંસ્કૃત ભાષા, દાર્શીનિક સાહિત્યનો ઊંડો અભ્યાસ અને અંગ્રેજી ભાષા ઉપરની મજબૂત પક્કડને કારણે તેમની વિહત્તા ખૂબ જ ઊંચા ગજાની હતી. તેમના જવાથી આ ખોટ પૂરાઈ શકે તૈવી શક્યતા નહિવત્ છે. | કોઈપણ જાતના બાહ્ય આડંબર વગર, કોઈ આકર્ષણોમાં તણાયા વગર પોતાની સાહિત્યસર્જનગી પ્રવૃત્તિઓ તન-મન-ધનથી કરતાં જ રહ્યા અને સમાજને મૂલ્યવાન ગ્રંથોની મહામૂલી ભેટ આપતાં ગયા. 110 માલતી શાહ SAMBODHI વ્યાખ્યાનો, સેમિનાર વગેરેમાં જવાનું ભાગ્યે જ પસંદ કરતાં અને એકાંતને માણીને तेनी, 2% ઉપયોગ પોતાના વિદ્યાવ્યાસંગમાં કરીને તેમણે જે કામ કર્યું છે તે તો અદ્દભૂત છે. તેમનાં સંતાનોમાં પણ કુટુંબપ્રેમ એવો કે તેમને મળવા આવનાર સૌને આદરપૂર્વક આવકાર મળે અને નગીનભાઈ સાથે નિરાંતે વાત કરવાનું વાતાવરણ મળે. શારીરિક અસ્વસ્થતાની વચ્ચે પણ છેવટ સુધી તેમણે પોતાની વિદ્વત્તાની ઊંચાઈને જાળવી રાખી તે દુર્લભ બાબત છે. આવા એક સારસ્વત, વિદ્યાપુરુષ આપણી વચ્ચેથી ચાલ્યા જાય એ માત્ર તેમના ડુટુંબ માટે જ નહીં, પણ જૈન સમાજ, અમદાવાદના વિદ્યત્ જગત, ગુજરાત અને ભારત માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ છે. ક્ષરદેડે તો તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ અક્ષરદેહે - પુસ્તકોરૂપે આપણી સાથે જ છે.
Conclusion
વાતાવરણ મળે. શારીરિક અસ્વસ્થતાની વચ્ચે પણ છેવટ સુધી તેમણે પોતાની વિદ્વત્તાની ઊંચાઈને જાળવી રાખી તે દુર્લભ બાબત છે. આવા એક સારસ્વત, વિદ્યાપુરુષ આપણી વચ્ચેથી ચાલ્યા જાય એ માત્ર તેમના ડુટુંબ માટે જ નહીં, પણ જૈન સમાજ, અમદાવાદના વિદ્યત્ જગત, ગુજરાત અને ભારત માટે પણ ન પૂરી શકાય તેવી ખોટ છે. ક્ષરદેડે તો તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ અક્ષરદેહે - પુસ્તકોરૂપે આપણી સાથે જ છે. તેમના જેટલી વિદ્ૃત્તાની ઊંચાઈને તો કદાચ આપણે न પામી શકીએ, પણ તેમના પુસ્તકોના અભ્યાસ દ્દારા તેમના ગુણોની સ્મૃતિ દ્વારા આપણે અત્યારે જે છીએ તેનાથી થોડાંક પણ સારાં થઈ શકીએ તો પણ તેમને ઉત્તમ અર્ધ્ય આપ્યો ગણાય.