સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ
By Chandrakant Sheth
Summary
સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ ચંદ્રકાન્ત શેઠ યુરોપીય સાહિત્યમાં જે સ્થાન ગ્રીક તથા લૅટિનનું છે તે સ્થાન ભારતીય સાહિત્યમાં સંસ્કૃતનું લેખી શકાય. સંસ્કૃત આપણી સાંસ્કૃતિક અભિવ્યક્તિની ભાષા છે — આપણી સંસ્કૃતિભાષા છે. એ ભાષાનો ગુજરાતી ભાષા પર પ્રભાવ « હોત તો જ વાઈ લાગત. એક બાજુ વેદકાલીન કથ્ય પ્રાકૃતોમાંથી પ્રાદેશિક પ્રાફૃતો, તેમાંથી પ્રાદેશિક અપભ્રંશો અને તેમાંથી આજની આપણી પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી વગેરેનો વિકાસ થયો તો બીજી બાજુએ સમાંતરે વેદકાલીન સંસ્કૃતમાંથી, શિષ્ટકાલીન સંસ્કૃતનો ક્રમિક રીતે વિકાસ થતો રહ્યો. પ્રાદેશિક ભાષાઓ અને સંસ્કૃતનો વિકાસ એકબીજાથી સાવ અલગ - निरपेक्ष રહીને થયો નથી. બંને વિકાસધારાઓ વચ્ચે આદાનપ્રદાન ચાલતાં જ રહ્યાં છે અને તેથી સરવાળે બેયને લાભ જ થયો છે ગુજરાતી ભાષાનો સંસ્કૃત ભાષા વિના આજે જેવો જોઈએ છીએ તેવો વિકાસ થયો હોત ખરો? સંસ્કૃત ભાષાના કેટલા બધા શબ્દો ગુજરાતી ભાષામાં સીધેસીધા તત્સમ રૂપે અથવા રૂપાંતર પામીને - તદ્ૂભવ રૂપે આવેલા છે ! આપણાં અધ્યાત્મશાર્રો તેમ જ ધર્મશાસ્ત્રોમાં તો સંસ્કૃત ભાષારીતિ અને ભાષાભંડોળનો સીધો પ્રભાવ જોઈ શકાય છે. યજ્ઞયાગાદિનાં વિધિવિધાનો, ધામિક કર્મકાંડ વગેરેમાં સંસ્કૃતનો શબ્દકોશ સારી પેઠે ઉપયોગમાં લેવાયો છે. તબીબીશાસ્ત, તર્કશાસ્ર, માનસશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, સ્થાપત્યશાસ્્ર જેવાં અનેક शाखो, એવાં છે, જેમની પરિભાષાઓ તેયાર કરવામાં સંસ્કૃત ભાષા મહત્ત્વની મદદ કરે છે. ગણિત, વિજ્ઞાનથી માંડીને આપણી અનેક વિઘાશાખાઓનો પારિભાષિક શબ્દભંડોળ તૈયાર કરવામાં સંસ્કૃતની સતત અને મોટી સહાય મળતી જ રહી છે. સંસ્કૃત ભાષાએ જો વ્યાકરણ, કોશ વગેરેની બાબતમાં મદદ કરી તો તેનાં દર્શનશાસ્ત્રો, ધર્મશાસ્રો તેમ જ કાવ્યશાસ્રોએ આપણી શાસ્ત્રીય વિચારપરંપરાને ખીલવવામાં, આપણી શાસ્ત્રબુદ્ધિને વિકસાવવામાં અનને એ રીતે અનેકાનેક શાસ્રગત વિભાવનાઓને સ્પષ્ટ કરવામાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ફાળો આપ્યો છે. વેદ, બૌદ્ધ તેમ જ જેનધર્મની વિચારપરંપરાઓ; વૈષ્ણવ તેમ જ શૈવ-શાક્ત સંપ્રદાયની શાખાપ્રશાખાઓ, કાવ્યશાસ્રીય અને નાટયશાસ્રીય વિચારધારાઓ તથા ન્યાયપરંપરા, યોગપરંપરા વગેરેમાં ભારત્તીય ને તેમાંય ખાસ તો સંસ્કૃત સાહિત્યના ગ્રંથરત્તોનો મોટો પ્રભાવ રહ્યો છે. ગુજરાતીમાં અભેદમાર્ગ - અહેતસિદ્ધાંતની જે કવિતા છે, સાહિત્ય છે તેમાં શંકરમતરતતું - શંકરાચાર્યના સાહિત્યનું સ્પષ્ટ પ્રભાવ-પ્રવર્તન જોઈ શકાશે. અખો હોય કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી - એમની પર સંસ્કૃતમાંના Vol. XXXVII, 2014 સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ 179 તત્વવિચારની અસર સ્પષ્ટ છે. વલ્લભમતની અસરથી દયારામની સમગ્ર કવિતા રચાઈ છે. સ્વામિનારાયણ સંતસાહિત્ય રામાનુજમતથી પ્રેરિત છે. આ જ રીતે ભગવદ્ગીતાની ફિલસૂફીનો ઘણો વાપક અને ઊંડો પ્રભાવ ગુજરાતી સાહિત્ય पर જોઈ શકાશે. કોઈ ઇચ્છે તો ગીતા-વિષયક અને ગીતા- પ્રભાવિત ગુજરાતી સાહિત્યનો એક અલગ વર્ગ બતાવી શકે. વૈદિક સાહિત્ય - ઔપનિષદિક સાહિત્યની જે પરંપરા ગુજરાતીમાં વિકસી તેમાં વેદોપનિષદોનો સીધો પ્રભાવ છે. એ ઉપનિષદ-શૈલીએ નૂતન ઉપનિષદો રચવાનાયે પ્રયત્તો થય! છે. સંસ્કૃત ભાષાએ સીધી રીતે નહીં તેટલો આડકતરી રીતે આધ્યાત્મિક-ધાર્મિક કાવ્યાદિક સાહિત્ય દારા પોતાનો પ્રભાવ પ્રાદેશિક ભાષા-સાહિત્યો
Conclusion
ઉપરાંત અન્ય કેટલાંક મંડળો, કેટલીક સંસ્થાઓ પણ છે, જે સંસ્કૃત ભાષા- સાહિત્યની સેવા કરતાં કરતાં ગુજરાતી ભાષા-સાહિત્યનેય (સમૃદ્ધ કરવામાં મહત્ત્વનું યોગદાન કરે છે. વિસ્તારભયે અહીં બધાનાં નામ મૂકવાનું ટાળ્યું છે. . કોઈ સંશોધક દારા સંસ્કૃત ભાષા-સાહિત્યના વ્યાસંગથી ગુજરાતી ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરનારા સારસ્વતોની યાદી કરવામાં આવે તો તે ખાસી મોટી થાય ! સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથે ગુજરાતી ભાષા- સાહિત્યનો લોહીનો સંબંધ હોઈ સંસ્કૃત ભાષા-સાહિત્યની સિદ્ધિ-સમૃદ્ધિનો સીધો જ લાભ ગુજરાતી ભાષા-સાહિત્યને આજ દિન સુધી મળતો રહ્યો છે અને મળતો રહેશે. સંસ્કૃત ભાષા-સાહિત્ય સાથેનો ગુજરાતી ભાષા-સાહિત્યનો સંગમ-સંપર્ક જેમ આજે તેમ ભવિષ્યમાં પણ ઘણો ઉપકારક અને રસપ્રદ બની રહેશે એ નિશ્ચિત છે. w મઠ oW