Browse articles

શીલભદ્ર વિદ્યાપુરુષ

By Vasant Parikh

Vol. XXXVII2014pp. 105-106Gujarati

Summary

શીલભદ્ર વિદ્યાપુરુષ વસંત પરીખ શ્રી નગીનભાઈ સાચા અર્થમાં એક શીલભદ્ર વિદ્યાપુરુષ હતા. તેમની ચિરવિદાય સાથે ગુજરાતે પં.સુખલાલજી અને પં.શ્રી દલસુખભાઈ માલવણિયાની પ્રાજ્ઞ પુરુષોની પરંપરાની એક ઉજ્જવળ કડી ગુમાવી છે. શ્રી નગીનભાઈ સાથે મારે પાંચ દાયકાનો સંબંધ હતો એમની કેવળ વિધ્યાપ્રીતિ જ નહીં પણ સંશોધન કે સ્વાધ્યાયની કેડીએ ચાલવા મથતા અભ્યાસીઓ પ્રત્યેનો ઊંડો સ્નેહ પણ સતત યાદ આવે છે. જયારે જયારે મળવાનો પ્રસંગ બન્યો છે ત્યારે ત્યારે એમની પાસેથી દર્શન અને સંસ્કૃતિ ક્ષેત્રના પ્રવાહો વિષે કંઈક મૂલ્યવાન તથ્ય-સત્ય કે વિચાર પ્રાપ્ર થતા. તેઓ અંગત જીવન વિષે કે વ્યાવહારિક સમાજની જળોજથ્થા વિષે ભાગ્યે જ બોલતા. આમ પણ તેઓ મિતભાષી હતા પણ જે બોલતા તે ઘણું જ અર્થસભર બની રહેતું એમણે દર્શનશાસ્ત્રમાં ઉત્તમ, મૌલિક અને મૂળભૂત વિચારણાને ઉજાગર કરતા ઉપાદેય ગ્રંથો આપ્યા છે. એમના ન્યાય-વૈશેષિક દર્શન, સાંખ્ય-યોગ દર્શન અને વિશેષતઃ ન્યાયમંજરી ગ્રંથ અઘપિ અનુપમ રહ્યા છે. અમારા વચ્ચે વરસો સુધી એક ઉપક્રમ ચાલ્યા કર્યો. તેઓ જે ગ્રંથ લખે તેની નકલ મને મોકલે અને પૂરતા અધ્યયન બાદ હું તેનું અવલોકન લખું. તે છપાય ત્યારે તેઓ પ્રસન્નતા અવશ્ય પ્રગટ કરે. g કાવ્યોના ટીકાકાર મલ્લિનાથની પ્રતિજ્ઞા - કે (આધાર વિત્તાનું કોઈ વિધાન ન કરવું અને અનાવશ્યક હોય તેને પરિહરવું' - એ વર્તમાન સમયમાં સહુથી વિશેષ ચરિતાર્થ નગીનભાઈના લેખત્તમાં તરી આવે છે. તેથી જ તો તેમના લખાણને પૂરેપૂરું, સમજણપૂર્વક જ વાંચવું પડે. તેમની સત્યશોધનની ખેવના તેમને કોઈ સંપ્રદાય કે વાદમાં નિબદ્ધ કરી શકી નહોતી. એમનું આ પક્ષપાતમુક્ત ઉદાર વલણ સ્યાદ્વાદનું વ્યાવહારિક (applied) ઉદાહરણ છે. આજે સંસ્કૃત-પ્રાકૃત વગેરેના અભ્યાસીઓ એમનું ધ્યાન જયારે માત્ર પ્રકાશિત પુસ્તકોમાં જ 106 વસંત પરીખ SAMBODHI કેન્દ્રિત કરે છે અને તેથી હજારો હસ્તપ્રતોમાં નિહિત મૂલ્યવાન વારૂમય અંધારામાં જ રહી જાય છે ત્યારે ત્નગીનભાઈનું સ્મરણ તીવ્રતાથી થઈ આવે છે. વિચિત્રતા તો એ છે કે હસ્તપ્રતવિદ્યા વિષે વર્કશોપ થાય છે. પુસ્તકો પણ લખાય છે પણ ખરેખર કોઈ હસ્તપ્રત મેળવી - એની અન્યત્ર રહેલી પ્રતોને પ્રયત્તપૂર્વક મેળવી - શાસ્ત્રીય રીતે સંપાદન કરનારા અભ્યાસીઓ તો દુર્લભ જ રહે છે | શ્રી નગીનભાઈએ એ દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. એમની પ્રેરણાથી એ પ્રકારના ત્રણ મહત્ત્વના સંપાદનો કરવામાં હું જોડાયો હતો, તે સ્મરણ મને તેમનો ત્ર8ણી બનાવે છે એમનું ધૈર્ય પણ અમાપ હતું. જયાં સુધી આવશ્યક સર્વ ગ્રંથો-લેખો વગેરે ન મળે ત્યાં સુધી પુસ્તકે અંતિમ રૂપ ન જ આપવું એવો તેમનો આગ્રહ રહેતો અને તે માટે તેઓ ધીરજપૂર્વક સતત ઉધયમશીલ રહેતા. પરિણામે એમનો ગ્રંથ હંમેશા આધારભૂત સંદર્ભગ્રંથની ઊંચાઈને પામતો. એમને જયાં કેવળ સપાટી પરની ચર્ચા કે વાગ્વિલાસ થતો હોય તેવા સમારંભોથી દૂર રહી વિવિક્ત દેશ સેવિત અધ્યયનમાં જ વિશેષ રૂચિ હતી. આ વૃત્તિ આજે વિરલ થતી જાય છે. તો પણ

Conclusion

વગેરે ન મળે ત્યાં સુધી પુસ્તકે અંતિમ રૂપ ન જ આપવું એવો તેમનો આગ્રહ રહેતો અને તે માટે તેઓ ધીરજપૂર્વક સતત ઉધયમશીલ રહેતા. પરિણામે એમનો ગ્રંથ હંમેશા આધારભૂત સંદર્ભગ્રંથની ઊંચાઈને પામતો. એમને જયાં કેવળ સપાટી પરની ચર્ચા કે વાગ્વિલાસ થતો હોય તેવા સમારંભોથી દૂર રહી વિવિક્ત દેશ સેવિત અધ્યયનમાં જ વિશેષ રૂચિ હતી. આ વૃત્તિ આજે વિરલ થતી જાય છે. તો પણ અંગત રીતે એ સહુ કોઈને સ્નેહથી જ મળતા, સુખદુઃખમાં ભાગ લેતા અને સલાહ આપ્યા વગર પણ સન્‍્માર્ગે વાળતા. - વર્તમાન અને. ભવિષ્યના વિદયાપ્રેમી જિજ્ઞાસુઓ અને સંશોધકોને શ્રી નગીનભાઈનું ચિંતન અને કાર્ય નિરંતર અમ... પ્રેરણા આપ્યા કરો એવી અભ્યર્થના.

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant ParikhCurrent article107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. Shah114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.

Continue reading

Related articles

Jain Journal A Quarterly on Jainology

Georg Bühler and the Western Discovery of Jain Temple Libraries

By Donald Clay Johnson

April - 1992
Jain Journal A Quarterly on Jainology

Muni Jinvijayaji - A Life-long Researcher

By Bhanwarmal Singhi

July - 1976
Jinamanjari

Jainism and the Western World

By Hermann Jacobi, Peter Flügel

1998
The Jaina Gazette

The Jaina Education Fund Association, Mysore.

By Unexhibited

March to May - 1925