Browse articles

દીપક બુઝાયો

By Jitendra B. Shah

Vol. XXXVII2014pp. 111-113Gujarati

Summary

દીપક બુઝાયો જિતેન્દ્ર બી. શાહ ગુજરાતનું દાર્શનિક ક્ષેત્રે ઉલ્લેખનીય પ્રદાન છે. તેમાં પણ જૈનદર્શતિનું પ્રદાન આગવું છે. ગુજરાતની ધરતી पर રચાયેલો, જૈનધર્મના સુપ્રસિદ્ધ આચાર્ય મલ્લવાદી વિરચિત દ્રાદશારનયચક્ર ભારતીય દર્શનનો અપૂર્વ ગ્રંથ છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ અને નયાયાચાર્ય મહોપાધ્યાય યશોવિજયજીનું પ્રદાન નોંધપાત્ર છે. આ પરંપરાને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્ય વિજયજી અનને શ્રુતસ્થવિર મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા. એ આગળ વધારી અને પંડિતોમાં શ્રી સુખલાલ સંઘવી અને દલસુખ માલવણિયાએ પણ આગળ વધારી હતી. આ જ પરંપરામાં શ્રી નગીન જે. શાહનું પ્રદાન પણ ઘણું જ સ્તુત્ય છે. પ્રો.નગીન જે. શાહે ગુજરાતી ભાષામાં ન્યાય-વેશેષિક અને સાંખ્ય-યોગ દર્શનના પ્રમાણભૂત ગ્રંથો રચી ગુજરાતી ભાષાના દાર્શનિક સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તા.૪.૧.૨૦૧૪ ના રોજ નગીનભાઈના અવસાનથી દાર્શનિક ક્ષેત્ર न. પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. નગીનભાઈનો પરિચય મને વિદ્યાર્થી અવસ્થામાં થયો હતો. ગ્રંથોનું અવલોકન કરવા માટે મારે લા.દ.વિદયામંદિરમાં અવારનવાર આવવાનું થતું, તે સમયે નગીનભાઈને પણ મળવાનું થતું. ખૂબ જ સાદગીપૂર્ણ જીવન, સતત અધ્યયનશીલતા અને સોજન્યપૂર્ણ વ્યવહાર એ તેમની આગવી વિશિષ્ટતા હતી. ઘણીવાર દર્શન સંબંધી પ્રશ્નો ઉપસ્થિત થતાં ત્યારે તેમને મળવાનું થતું. તેઓ શંકાનું સમાધાન તરત જ કરી આપતા. સાથે સાથે ગ્રંથોનો સંદર્ભ પણ આપતા અને તે તે ગ્રંથો જોવાની પ્રેરણા પણ અચૂક કરતા. તેમને મળીએ એટલે નવી નવી અનેક બાબતો જાણવા મળે. ખૂબ જ ઓછું બોલે પણ હંમેશા શાંત અને સ્મિતપૂર્ણ મુખમુદ્રાથી તેમને મળ્યાનો આનંદ અનુભવાતો. સને ૧૯૯૦ના અરસામાં મેં દિલ્હીસ્થિત ભોગીલાલ લહેરચંદ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર માટે ઉપાધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એક પ્રસતાવ મુક્યો કે જૈનધર્મનો પરિચય થાય તે માટે અંગ્રેજી ભાષામાં એક પુસ્તક લખાવવું જોઈએ. મારો આ પ્રસતાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો અને અમે જુદા જુદા વિદ્વાનોના સંપર્ક કર્યો પણ અમને તેમાં સફળતા ન મળી. બે ગ્રંથો લખાયા પણ ખરાં પણ તે છપાવવા યોગ્ય न જણાયા. ત્યારબાદ અમે નિર્ણય કર્યો કે મુનિશ્રી ન્યાયવિજયજીએ લખેલ જેનદર્શન પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરાવી પ્રસિદ્ધ કરીએ તો ઝિજ્ઞાસુઓતે ઉપયોગી થશે. આ કામ અમે એક 112 જિતેન્દ્ર બી. શાહ SAMBODHI વિદ્દાનને સોપ્યું તેમણે જૈનદર્શનનો અનુવાદ કરી આપ્યો પણ આ અનુવાદ ઘણો જ ઊતરતી કક્ષાનો હતો તેથી અમે તે ર૬ કર્યો. અમારી ભાવના હતી કે આંતરરાષ્ટ્રિય સ્તરનો અનુવાદ થાય અને એવો અનુવાદ જ સર્વત્ર ગ્રાહ્ય બની શકે. એ સમયે મેં પ્રો.નગીનભાઈ શાહના નામનો પ્રસતાવ મૂક્યો અને જણાવ્યું 3 તેઓ દર્શિનિશાસ્રના विद्वान છે. અંગ્રેજી ભાષા ઉપર તેમનું સારં પ્રભુત્વ છે. જો તેઓ આ કામ સ્વીકારશે તો કામ ખૂબ જ સુંદર થશે. અમે નિર્ણય કર્યો અને કામ કરવા માટે વિનંતી કરવા હું અને પ્રતાપભાઈ ભોગીલાલ શેઠ બજ્ઞે સાથે તેમની પાસે જઈશું એમ નક્કી થયું. અમે તેમની પાસે ગયા તેમણે ખૂબ જ સુંદર ઉમળકાભેર આવકાર્યા, અમે પુસ્તકના અનુવાદનો

Conclusion

જોયા નથી અને જો ક્યાંય અન્યાય થતો હોય તો તેનો યથાશક્ય સામનો કરતા પણ ખચકાયા નથી. પુસ્તક તેયાર થયું. મુખપૃની ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ. પ્રકાશન થવાતી વાર હતી અને અચાનક તેમની તબીયત બગડી. તેમનાથી બોલાતું ન હતું. હું તેમને મળવા ગયો ત્યારે તેમણે પ્રકાશન જલદી થશે તેનો સંતોષ અનુભવ્યો હતો. મારો હાથ પકડી ખૂબ જ પ્રેમાળ રીતે પકડી રાખ્યો. અમને ખબર ન હતી કે આ છેલ્લી મુલાકાત હશે. તે દિવસે જ દેહાવસાન થયું. તેમની વિદયાસાધના જીવનભર ચાલતી રહી. કોઈ માનસનમાનની અપેક્ષા વગર સંશોધન-સંપાદન-અનુવાદનું કાર્ય સતત કરતા રેહ્યા. તેમના અવસાનથી એક જ્ઞાનદીપ બુઝાઈ ગયો અને દાર્શીનિક ક્ષેત્રે અંધકાર છવાઈ ગયો

Article order

In this issue

Vol. XXXVII
1-12Life and Works of Prof. Nagin J. ShahNagin J Shah13-30The Works of Vacaka UmasvatiM. A. Dhaky31-53Ethical Aspect of BuddhismYajneshwar S. Shastri54-59Critique of 'Avidyavicara' of Prof. Nagin G. ShahVijay Pandya60-63The Moral Codes of the Swaminarayanism and of the Jainism: A Comparative StudyNarayan M. Kansara64-72Relevance of Sanskrit to Modern WorldSunanda Y Shastri73-80भारतीय नवजागृति के तीन दार्शनिकों की समीक्षा : स्वामी विवेकानंद, दयानंद सरस्वती और ज्योतिबा फूले के विशेष संदर्भ मेंDilip Charan81-87'संस्कृत की वैज्ञानिकता' तथा व्याकरणशास्त्र को पतंजलि की देनYogini Himanshu Vyas88-90कालिदास के शब्दालंकार और अर्थालंकार का मूल रहस्यVarshaben H. Patel91-92શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)C. V. Raval93-95' भूयोविद्य: ' 'स्थिरपीत: ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહLakshmesh Joshi96-97પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણોNilanjana S. Shah98-100ખરી ખોટ !Hasu Yajnik101-104સહાધ્યાયી સખાKantilal B. Shah105-106શીલભદ્ર વિદ્યાપુરુષVasant Parikh107-108પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિParul N. Mankad109-110નખશિખ વિદ્વાનપુરુષ શ્રી નગીનભાઈMalti Shah111-113દીપક બુઝાયોJitendra B. ShahCurrent article114-129નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચારMadhusudan Baxi130-140ન્યાયદર્શનમાં કથાનિરૂપણNiranjan Patel141-145ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચારKamleshkumar Ch. Choksi146-166વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકારNilanjana S. Shah167-177જૈન અને બૌદ્ધ ધર્મશાસનમાં પર્યાવરણ સંરક્ષણNiranjana Vora178-182સંસ્કૃત સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવChandrakant Sheth183-191સત્રિય લોકનાટ્યBhimji Khachariya192-200શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધRajendra Nanavati201-205વિભાવના અને વિશેષોક્તિ અલંકારમાં કાર્યાંશનું બાધ્યત્વParul N. Mankad206-213મહાકવિશ્રી નારાયણભટ્ટપાદકૃત 'कोटिविरहम्” એક અભ્યાસSurekha K. Patel214-216ĪśāvāsyopaniṣadYajneshwar S. Shastri217-219काश्मीर शिवागमों में प्रमाण चिन्तन : पुस्तक की समीक्षा – समालोचनाSuryaprakash Vyas

Original PDF

Inline viewer

Checking source PDF

The viewer will load here if the archive file is reachable.