ततोऽणिमादिप्रादुर्भाव:...। (યોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચાર
By Kamleshkumar Ch. Choksi
Summary
ततोउणिमादिप्रादुर्भाव:...। ોગસૂત્ર ૩.૪૫) ઉપર થોડોક વિચાર કમલેશકુમાર છ. ચોકસી પતંજલિ પ્રોક્ત યોગશાસ્ત્રનો ત્રીજો પાદ વિભૂતિપાદના નામે ઓળખાય છે. યોગી જયારે યોગના અમુક સોપાન સર કરી લે છે, AR તેને જે વિવિધ પ્રકારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેમને અહીં વિભૂતિ તરીકે ઓળખાવવામાં આવી છે અને તેની વિગતવાર સૂચિ પતંજલિએ આ ત્રીજા પાદમાં મૂકી છે. વિભૂતિઓનું વર્ણન કરતી આ સૂચિમાંનું એક સૂત્ર છે - तंतोउणिमादिप्रादुर्भाव: कायसंपत्तद्धर्मानभिघातथ्र । (સૂત્રાર્થ - તે પછી અર્થાત્ ભૂતજય થઈ ગયા પછી અણિમા વગેરે (સિદ્ધિઓ) નો પ્રાદુર્ભાવ થાય છે, કાયની સંપત્ વધે છે અને ભૂતોના ધર્મનો અભિઘાત થતો નથી અર્થાત્ ભૂતોના પોતાના ધર્મ (ભૂતજય કરનારને માટે) કોઈ બાધા ઉત્પન્ઞ કરતા નથી.) યોગસૂત્રકારે આ સૂત્રમાં अणिमादिप्रादुभाव: એમ કહીને જેના પ્રાદુભાવની વાત કરી છે, તે એક પ્રકારની સિદ્ધિઓ છે. મૂળસૂત્રમાં આદિ શબ્દનો પ્રયોગ કરીને તે અત્તેક છે એ વાત સ્પષ્ટ કરી છે, परन्तु આવી સિદ્ધિઓની સંખ્યા અને તેમાં કોનો કોનો સમાવેશ કરવાનો થાય છે, તે સૂત્રકારે પોતે સ્પષ્ટ કર્યુ ત્તથી. પાછળથી, આ સૂત્ર ઉપરના વ્યાસભાષ્યમાં અને તે પછી અન્ય અનેક વૃત્તિઓમાં જે સ્પષ્ટતા કરવામાં આવી છે, તે મુજબ અણિમા વગેરે સિદ્ધિઓની સંખ્યા આઠ છે અને તેમાં ૧. અણિમા ૨ લધિમા ૩. મહિમા ઈ. પ્રાપ્તિ પ. પ્રાકામ્ય ૬. વશિત્વ ૭. ઇશિત્વ ખને ૮. યત્રકામાવસાયિત્વ-નો સમાવેશ કરવાનો રહે છે યોગશાસ્રની પરમ્પરામાં, ઉપર જોયું તેમ, અણિમા આદિ સિદ્ધિઓની સંખ્યા અને તેમનાં નામ સર્વ પ્રથમ વ્યાસભાષ્યમાં મળે છે.' તે પછી પ્રાયઃ બધા ટીકાકારોએ વ્યાસભાષ્યને અનુસરીને આ અષ્ટસિદ્ધિઓની એના એ જ ક્રમે વાત કર્યા કરી છે. અલબત્ત, યોગસૂત્રો ઉપરની એક માત્ર ભોજવૃત્તિ એવી છે, જેમાં વ્યાસ ભાષ્યમાં આપવામાં આવેલો સિદ્ધિઓનો ક્રમ થોડો બદલાયેલો છે અને અહીં આ આઠ ઉપરાંત એક ગરિમા નામની નવમી સિદ્ધિનો પણ ઉલ્લેખ થયો 9.2 આ પછી આ જ સૂત્રમાં જે કાયસંપત્ની વાત કરવામાં આવી છે તે કાયસંપત્ શું છે, તે પણ વિચારણીય છે. આ માટે સૂત્રકાર પોતે આગળ આવ્યા છે. તેમણે આ પછીના સૂત્રમાં આ અંગે પોતે જ સ્પષ્ટતા કરી છે કે - रूपलावण्यबलवज़संहननत्वानि कायसंपत् | - योगसूत्र ३.४६ (સૂત્રાર્થ-રૂપ, લાવણ્ય, 142 કમલેશકુમાર છ. ચોકસી SAMBODHI બળ, વજ સંહનનત્વ અર્થાત્ શરીરની અત્યન્ત દઢતા - આ કાયસંપત્ એટલે કે શરીરની સંપત્તિ છે. આમ સૂત્રકારે આ રીતે પ્રસ્તુત સૂત્રમાં આવતા કાયસંપત્ પદથી તેમને જે ઇષ્ટ છે, તે ઇષ્ટ અર્થની સમજ આપી દીધી છે. | એ પછી આ સૂત્રમાં तद्धर्मनभिघात: च - એમ કહ્યું છે, તેનો અર્થ સૂત્રકારે स्पष्ट કર્યો નથી. તેથી તેના અર્થની જાણકારી પણ વ્યાસભાષ્યથી કરવાની રહે છે. વ્યાસભાષ્યમાં જણાવ્યું છે કે तद्धर्मानभिषात: ' પૃથ્વી મૂર્ત્યા न निरुणद्धि: योगिन: शरीरादिक्रियामू, शिलामप्यनुविशतीति, ना55प: स्निग्धा: क्लेदयन्ति, नाग्निरुष्णो दहति, न वायु: प्रणामी वहति, अनावरणात्मके5प्याकाशे भवत्यावृतकाय:
Conclusion
વિદ્વાનોના ધ્યાન ઉપર આવ્યો છે અને તેમણે આનું સમાધાન પણ પોતાની રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમકે - अणिमा आदि सिद्धियों में प्राकाम्यसिद्धि से भी यह सब कुछ होता है, किन्तु उस बात का विशेषत्व कहने की जरूरत के लिये सूत्र में यह पद रखा गया । इसका एक यह भी प्रयोजन है, कि प्राकाम्यसिद्धि के प्रादुर्भाव के पूर्व भी भूतधर्मानभिघात सिद्ध हो जाता है, अथवा दोनों एक होने पर पुनः प्रतिपादन, विशेष स्पष्ट करने के लिये है ॥ - पातजझलयोगदर्शनम्, - (व्यासभाष्यसमेतमू) काशिका राष्ट्रभाषा टीकया समलंकृतमू, टीकाकर-पं.वल्लभराम वैधराज, પ્રજા. भारतीय संस्कृति विद्यापीठ, भावनगर(गुजरात), सन् - १९८२, पृ.३३७ LR મઠ