નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર
By Madhusudan Baxi
Summary
«ગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિધાવિચાર મધુસૂદન બક્ષી ૧. પ્રાસ્તાવિક શાંકરવેદાન્તમાં અવિધાવિચાર (२००१) એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ નગીન શાહે स्पष्ट કર્યુ છે કે અદેતવેદાન્્તના બધા સિદ્ધાંતો અવિઘા ઉપર જ ટકેલા છે. અનિર્વચનીયા જડાત્મિકા અવિદ્યા જ અધ્યાસનું ઉપાદાન છે તે અદ્દેતવેદાત્ત્તનો મુખ્ય વિચાર છે આ ગ્રંથમાં મધ્વસ્થાપિત દ્ેતવાદી વેદાન્તને નગીન શાહે પૂર્વપક્ષ તરીકે લીધો છે અને શાંકરવેદાત્ત સામેની આપત્તિઓની રજૂઆત નયાયામૃત અને ન્યાયામૃતતરંગિણીને આધારે કરવામાં આવી છે. નગીન શાહે શાંકરવેદાન્તને સિદ્ધાન્તપક્ષ તરીકે સ્વીકારીને દેતવાદીઓએ અવિધાવિચાર સામે જે આપત્તિઓ રજૂ કરી છે તેનાં સમાધાનની રજૂઆત અહ્ેતસિદ્ધિ, લઘુચન્દ્રિકા અને અહ્દેતદીપિકાને આધારે કરી છે. ખાસ તો, અહ્દેતવેદાન્ત્તપક્ષે, નવ્યન્યાયની પરિભાષા અને પદ્ધતિના વ્યાપક ઉપયોગને લીધે, અદ્દેતપક્ષે આપત્તિઓનાં જે સમાધાનો રજૂ થયાં છે તે અત્યન્ત જટિલ બની ગયાં છે. આમ नव्यन्याय આધારિત અવિઘયાવિચારનિરુપણ સમજવામાં ઘણો પરિશ્રમ કરવો પડે તેમ છે. નગીન શાડે કબૂલ્યું છે કે “પ્રસ્તુત ગ્રંથ મારા ધાર્યા કરતાં ઘણો જ ભારેખમ બની ગયો છે” (પ્રસ્તાવના : પૂ.૧૦). ભારતીય તર્કશાસ્રની પરિભાષામાં અહીં દલીલો રજૂ થઈ છે. શાંકરવેદાન્તમાં અવિધાવિચાર, એ ગ્રંથમાં, નગીન શાહે પહેલા બે પ્રકરણમાં અવિઘાનાં ત્રણ લક્ષણોની ચર્ચા કરી છે. આ ગ્રંથમાં ભાવરૂપ અવિધાના ત્રણ સાધક પ્રત્યક્ષોની વિસ્તૃત ચર્ચા થઈ છે (પ્રકરણ ત્રણ, પાંચ અને છ). આ ગ્રંથના ચોથા પ્રકરણમાં પ્રાગભાવખંડન અંગેની રજૂઆતો થઈ છે. સુષુપ્તિ અંગેની મધુસૂદન સરસ્વતીની વિચારણા અહીં સાતમા પ્રકરણમાં કરવામાં આવી છે. પરિશિષ્ટમાં જયન્ત ભટ્ટની ન્યાયમંજરીમાં અહેતવેદાન્તનાં ખંડન અંગેની દલીલો રજૂ કરવામાં આવી છે. સમગ્ર વિચારણા અડીં તર્ક- આધારિત છે. અહીં નગી શાહની પ્રકરણ-યોજનાને અનુસરીને દરેક વિષય ઉપર હ્દેતવાદની આપત્તિ પછી અઠેતવાદીઓનું તે અંગેનું સમાધાન ફરી આ સમાધાન અંગે દેતવાદીઓની દલીલો અને ફરી અઠેતવાદીઓ Vol. XXXV1I, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિઘાવિચાર 115 દ્વારા એ દલીલોનો પ્રત્યુત્તર એવો ઉપક્રમ રાખ્યો નથી. અહીં માત્ર અદ્ેતવેદાન્તપક્ષે અનાદિ ભાવરૂપ અને જ્ઞાનનિવર્ત્ય એવી અવિધાની વિભાવનાનું તાર્કિક રીતે રક્ષણ કેવી રીતે કરવામાં આવ્યું છે તેનો અને દેતપક્ષે જ્ઞાનાભાવ અને અદેતપક્ષે ભાવરૂપ અજ્ઞાની વિભાવનાઓને બચાવી લેવાના કેવા પ્રયત્નો થયા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અવિધ્યાની વિભાવના વગર શાંકરવેદાન્ત સ્થાપી શકાય નહીં એટલે તાર્કિક આપત્તિઓ સામે કયા કયા નવા નવા ભેદો દર્શાવીને તેને સુરક્ષિત કરવામાં આવી છે તેની અહીં રજૂઆત કરી છે. આ લેખનો મુખ્ય પ્રશ્ન એ છે કે બ્રહ્મનું સત્યત્વ અને જગતનું મિથ્યાત્વ (તુચ્છવિલક્ષણત્વ- અભાવવિલક્ષણત્વ) સ્વીકારનારા શાંકરવેદાન્તમાં પ્રાતિભાસિક અને વ્યાવહારિક વસ્તુઓનો ભેદ કઈ તાર્કિક રીતે સુરક્ષિત રાખવામાં આવ્યો છે ? નીચે દશવિલી વસ્તુઓ અનુભવાય ત્યાં સુધી જ હોય. જ્ઞાતાના અનુભવોથી તેનું સ્વતન્ત્ર અસ્તિત્વ કે તેની અજ્ઞાત સત્તા હોતી નથી - (૧) સ્વપ્રો (૨) શુક્તિ- રજત-રજ્જૂ-સર્પાદિ ભ્રાત્તિ (૩) સુખદુઃખાદિ અનુભવો. જો કે, જ્ઞાતાથી સ્વતન્ત્ર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ - નદી, પર્વત, ખડક, વૃક્ષો, સૂર્ય, ચન્દ્ર વગેરે - પ્રતિભાસકાલમાત્રસ્થાયી
Conclusion
of Sri Madhvacarya; Delhi, Motilal Banarasidass. ' Sharma, B.N.K. (1994) Advaitasiddhi vs Nyayamrta - An up to date Critical appraisal, Part 1, Banglore : Anand Tirtha Pratisthana. Sastri, S. N. (English Translation) Advatasiddhi of Shri Madhusudana Sarasvati - Chapter on Pratikarmavyavastha; (Pages 1 to 39) (www .Sanskritdocuments/org/sites/snsastri/Home Page). Sastri, S. Kuppuswami [1937, Second Edition, 1984 (Ed.)] Brahmasiddhi by Acarya Mandana Misra with Commentary by Sankhapani; Delhi; Satguru Publications Swami Nikhilananda (1931) Vedantasara of Saddnanda; (with Introduction, Texts, English Translation and Comments) Almora; U.P., Advaita Ashram. શાહ નગીન (૨૦૦૧); શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર : અમદાવાદ; સંસ્કૃત - સંસ્કૃતિ ગ્રંથમાલા. (પ્રકાશન - ડૉ.જાગૃતિ શેઠ)